Gujarati Quote in Motivational by Parmar Narvirsinh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌷🌷🌷🌷🌷

પત્નીની માંદગી :

• ૧૯૮૨ : શક્તિ પિક્ચરમાં રાખીના મૃત્યુનો સીનમાં દિલીપકુમાર હોસ્પિટલમાં રાખી ની ડેડબોડી પાસે આવે છે. અને એટલી હદે ઈમોશનલ થઈ ડાયલોગ બોલે છે કે રાખીને શુટિંગ વખતે એમ જ લાગ્યું કે ખરેખર તે આ દુનિયામાંથી વિદાય લઈ રહી છે.

• પત્નીની માંદગી તેના પતિની લગ્નભાવનાની કસોટી છે. સ્ત્રી માંદી પડે ત્યારે તેનો પતિ કહે છે, ‘તું તારા પપ્પાના ઘરે જઈને થોડા દિવસ આરામ કરીને આવ’. પત્ની માંદી હોય ત્યારે જ તેને પિયર જવાની રજા આપવી તે દાંપત્યજીવનની સૌથી કરુણતા કહી શકાય.

પુરુષને એ સવાલ થવો જોઈએ કે પોતે માંદો પડે છે ત્યારે તે કોઈના ઘરે ચાલ્યો જાય છે? તો સતત પોતાના ઘર માટે પોતાની જાત ઘસી નાખનાર સ્ત્રીને તે માંદી પડે ત્યારે ઘર શા માટે છોડવું પડે? માંદી પત્નીને પિયર મોકલવી તે લગ્નભાવનાનું અપમાન છે.

હિંદુ સંસારમાં તો ગરીબ માબાપ પણ પુત્રીને ઘરે લાવી પોતાનાથી બનતી બધી જ સારવાર કરશે.

પણ દામ્પત્યધર્મ સમજતો પુરુષ નમ્રતાથી કહી શકે છે કે, ‘તેને લઇ જવા માટે થોડા દિવસની રાહ જુઓ, તે સારી સાજી થાય પછી હું જરૂરથી થોડા દિવસ મોકલીશ જેથી તમે બધા આનંદથી રહી શકો.’

તો પુરુષે દાંપત્યજીવનનું ગૌરવ જાળવ્યું તેમ કહી શકાય......

Gujarati Motivational by Parmar Narvirsinh : 111613415
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now