Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

12/11/2020

*હોઠ સાજા તો ઉત્તર ઝાઝા*

*વ્યંગ વિશ્વ* - *કળશ પૂર્તિ*

✒લેખક: *ડૉ. જગદીશ ત્રિવેદી*
https://m.facebook.com/Jagdish-Trivedi-413280352205695/posts/?ref=page_internal&mt_nav=0

*આ વર્ષે તહેવારો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા લાગ્યા છે*

આ વર્ષેે પંદર નવેમ્બરનો દિવસ ધોબીના કૂતરા જેવો છે. ધોબીનો કૂતરો જે રીતે ઘરનો કે ઘાટનો બેમાંથી કોઈનો રહેતો નથી, એમ બિચારી પંદરમી નવેમ્બર આ વર્ષમાં તો નથી, પરંતુ આવતા વર્ષમાં પણ નથી. આ વર્ષે ચૌદમી નવેમ્બરે આ વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી છે અને સોળમી નવેમ્બરે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે બેસતું વર્ષ છે. કોઈ પિયરથી નીકળી ગયેલી, પરંતુ સાસરે નહીં પહોંચેલી નવોઢા જેવી પંદર નવેમ્બર છે.

આજથી આડત્રીસ વર્ષ પહેલાં 1982માં અમારી હાલત પણ પંદર નવેમ્બર જેવી જ હતી. હું પંદર નહીં, પણ બંદર જેવો હતો. મારા તોફાનોથી તંગ આવીને લીંબડી શહેરની બ્રાહ્મણ બોર્ડિંગના ટ્રસ્ટીઓએ મને રેસ્ટિકેટ (બરતરફ) કર્યો. અમારી બોર્ડિંગના ઈતિહાસમાં આજ દિવસ સુધી આ પ્રકારનું સન્માન પ્રાપ્ત કરનાર લાભાર્થી અમે એક જ છીએ. જે કારણથી ટ્રસ્ટીઓએ મને બોર્ડિંગમાંથી હાંકી કાઢ્યો હતો. યોગાનુયોગ એ જ કારણથી મારા માતા-પિતાએ મને બોર્ડિંગમાં મૂક્યો હતો. આ કારણે ટ્રસ્ટીઓ મને બોર્ડિંગમાં રાખવા તૈયાર નહીં અને મારા ઉત્પાદકો મને ઘરમાં રાખવા તૈયાર નહીં, એટલે મારી હાલત પંદર નવેમ્બર જેવી જ હતી. આ વર્ષેે પંદરમી નવેમ્બરને સંવત 2076 કે સંવત 2077માંથી કોઈ રાખવા તૈયાર નથી.

આ પ્રકારના દિવસને ‘ધોકો’ કહેવામાં આવે છે. દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે ધોકો હોય એવું ભૂતકાળમાં પણ થયું છે, પરંતુ શીતળા સાતમ અને જન્માષ્ટમી વચ્ચે ધોકો હોય એવું આ વર્ષે જ થયું છે. મેં અખંડજ્ઞાની અંબાલાલ પાસે જઈને આ ઘટનાનું કારણ પૂછ્યું તો એણે કોરોનાને જવાબદાર ગણાવતાં કહ્યું કે, કોવિડ-19ના ડરથી માત્ર માણસો જ નહીં, પરંતુ તહેવાર પણ એક દિવસનું સોશિયલ ડિસ્ટન્સ રાખવા લાગ્યા છે.

મેં અંબાલાલને કહ્યું કે એમ તો ધનતેરસ અને કાળી ચૌદશે મતભૂખ્યા નેતાઓની માફક સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં ઉડાડ્યા છે અને આ વર્ષે એ બંને તહેવાર એક જ દિવસે એટલે કે 13મી નવેમ્બરના રોજ આવે છે. એનું શું કારણ હશે?

આ સાંભળી અતિમૂઢ અંબાલાલે પળનો પણ વિલંબ કર્યા વગર કહ્યું કે એનું કારણ પણ કોરોના જ છે. આ કારણ અમને ગળે ઊતર્યું નહીં એટલે અમે પૂછ્યું કે દિવાળી અને નવા વર્ષ વચ્ચે એક દિવસનો ગેપ હોય એનું કારણ કોરોના અને ધનતેરસ અને કાળીચૌદશ એક જ ખુરશીમાં બેઠેલા બે નેતાની માફક એક જ દિવસે આવે તો એનું કારણ પણ કોરોના કેવી રીતે હોઈ શકે?

આ પ્રશ્નના જવાબમાં મહામૂર્ખ અંબાલાલે વિદ્વાનને શોભે એવો જવાબ આપ્યો. એણે કહ્યું કે થોડાં દિવસ પહેલાં પાકિસ્તાનમાં એક ઔરતે બે બાળકને જન્મ આપ્યો. આ જોઈને પ્રસૂતાની સાસુ બોલી કે હાય અલ્લાહ, હમારે મુલક મેં દહેશત ઈતની બઢ ગઈ હૈ કી બચ્ચે ભી અકેલે આને સે ડરતે હૈ? પાકિસ્તાનના બાળકો જેવું જ ભારતના તહેવારોનું થયું છે. એ બિચારા કોરોનાની દહેશતથી એકલાં આવતાં ડરે છે.

આને કહેવાય હોઠ સાજાં તો ઉત્તર ઝાઝા. ⬛

Jagdishtrivedi1967@gmail.com

*સોર્સ:* divybhskar.co.in
---------------------------------------
ટીમ
✍🏼
*Limited 10 પોસ્ટ* વતી
ધવલ બલદાણીયા

(આ પોસ્ટ *કોપી રાઈટ* આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારું *Limited 10 ✉ પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

*જોડાઓ, અમારી સાથે*
વોટ્સએપ: 07041143511
ટેલિગ્રામ: https://t.me/limited10post

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111608895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now