Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તો બહુ સરસ*
ગઝલ

એકાદ શમણું આંખમાં વાવી શકો તો બહુ સરસ,
સૂકા હૃદયમાં પ્રીત ફણગાવી શકો તો બહુ સરસ.

ભીનાં નયનમાં છે કસક જુદાઇની એ જોઈ લો,
તો અશ્રુને પણ આપ સમજાવી શકો તો બહુ સરસ.

હા, કાચની માફક અમારું દિલ ઘણું નાજુક રહ્યું,
તો તૂટતાં દિલનેય અટકાવી શકો તો બહુ સરસ.

આ દ્વાર મનનાં રાખ્યા છે ખુલ્લાં, ખબર રાખો હવે,
સંજોગ ને આ યુગ જો પલટાવી શકો તો બહુ સરસ.

માહોલ છે વરસાદનો ને તન ઘણાં ભીંજાય છે,
ભીતરથી અંતરમનને ભીંજાવી શકો તો બહુ સરસ.

બેચેન દિલને ક્યાંય પણ શાતા વળે નહિ, સત્ય છે,
તો એ તૃષાને ક્યાંક મિટાવી શકો તો બહુ સરસ.

કાગળ કલમ પર 'નેહ'ની દાસ્તાન પણ સજતી રહી,
દાસ્તાનને સુણવા તમે આવી શકો તો બહુ સરસ.

– *વંદના બ્રહ્મભટ્ટ "નેહ"*

10/11/'20

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111606819
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now