સૌથી પહેલાં તો મને એ સમજ નથી પડતી કે આપણાં દેશની આટલી સરસ અને વૈભવશાળી સંસ્કૃતિ હોવાં છતાં લોકો વિદેશની સંસ્કૃતિ અપનાવવા કેમ દોટ મૂકે છે?
આપણી સંસ્કૃતિ ઘરડાં મા બાપની સેવા શીખવે છે. વડીલોને માન સન્માન આપતાં શીખવે છે. કમાણી કરીને એની બચત કરતાં શીખવે છે. આપણે ત્યાં બાળકો માતા પિતા અને દાદા દાદીની દેખરેખ હેઠળ ઉછરે છે. આયા રાખવાની જરૂર પડતી નથી.
પાંચ રૂપિયાથી કામ થઈ જતું હોય ત્યાં 500 ન કઢાય એવું આપણાં વડીલો શીખવે છે. દુનિયાનું સૌથી વધુ શાકભાજી આપણાં દેશમાં થાય છે. તો શરીરની તંદુરસ્તી પણ જાળવી રાખી શકાય છે. ઘણી બધી ઔષધિઓ છે જે મોટા મોટા રોગોને જડમૂળથી સાજા કરી દે છે. મોંઘી મોંઘી દવાઓ લેવાની કોઈ જ જરુર નથી. લસ્સી, છાશ, દૂધ, ફળોના જ્યુસ જેવા કેટલાય કુદરતી પીણાં છે, બોટલમાં પેક પીણાં પીવાની જરુર જ નથી. રોજે રોજ તાજી હવા બગીચાઓમાં લેવા જઈ જ શકાય છે, જેની સાથે સાથે કસરત પણ કરી શકાય છે. ખાલી ખાલી જીમમાં પૈસા આપવાની જરૂર નથી.
#સુપ્રભાત