તમને લોકોની લાગણી સાથે રમત રમવાની મજા આવતી જ હશે પણ મને નહિ. એ વાત ન ભૂલવી જોઈએ કે વ્યક્તિ લાગણી સાથે રમત નથી રમતો પણ લાગણી પોતે વ્યક્તિ સાથે રમત રમી જાય છે. એ લાગણીથી તમારા આઈડ્યોલોજીસ્ટ ભગવાન પણ પોતે નથી બચી શક્યાં. શ્રેષ્ઠ ઉદાહરણ બ્રહ્મા, વિષ્ણું અને મહેશ છે. આખા હિન્દુસ્તાનમાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર પુષ્કરમાં આવેલું છે. કદાચ આ દેવની પૂજા પણ ઓછી થાય છે એનું એકમાત્ર કારણ ખોટી લાગણી..શ્રી કૃષ્ણ પોતે સાચી અને ખરી લાગણીથી વંચિત રહી ગયાં હશે.બે માતા અને અઢળક પટ્ટરાણીઓ હોવા છતાં સાચી લાગણી ને ઝંખતા... શિવજીનું પણ આવું જ કંઈક હતું.
ટૂંકમાં સાચી લાગણીઓ પર ક્યારેય પણ શક નહિ કરવો જોઈએ. જો મળી રહે તો એને ઈમાનદારીથી નિભાવવી જોઈએ.