આજે મને મારી ધોરણ-2 ની ચોથા નંબરની કવિતા યાદ આવી ગઈ તો મન પ્રફુલ્લિત થઈ ગયું......
પિતા, અમે તુજ બાળકો
પિતા, અમે તુજ બાળકો,
ચલાવ ઝાલી હાથ,
કર જોડી સૌ માગીએ,
નિત તારો સંગાથ.
જગમાં સૌ સુખિયાં હજો,
સાજા રહો સદાય;
ભલું હજો સૌ કોઇનું ,
દુ:ખ હજો ન જરાય,
સુણીએ રૂડું કાનથી,
રૂડું નીરખો નેણ;
હાથે રૂડાં કામ હો,
રૂડાં નીસરો વેણ.
પણ શું તમને યાદ છે ? યાદ હોય તો એક લાઈન કમેન્ટમાં જરૂર લખજો...