ટાઈપરાઈટરની....ટક-ટક
રશ્મી પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી ટાઈપીસ્ટ તરીકે
છુટીને ઘરે આવી એટલે બધાં એની રાહ જ જાણે જોતા હતા, "રશ્મી આજ થેપલા બનાવજે !"પણ મીઠું જોઈને નાખજે..!"સાસુ બલ્યા,
તો શિવમ્ બોલ્યો, "રશ્મી, તારું કામ અધુરું જ હોય છે.. !
મમ્મીની દવા લાવી..?"
એટલામાં મોબાઈલના કીબોડ ઉપર ટાઈપીંગ માટે બંને અંગુઠા ચલાવતો દિકરો બોલ્યો, " મમ્મી...! બહું ભૂખ લાગી છે જલ્દી બનાવજે રસોઈ...
રશ્મી પાણીનો ગ્લાસ ભરીને સોફા ઉપર બેસવાનો વિચાર કરતા પગ ઉપર લેવાજતી જ હતી ત્યાં સાસુ બોલ્યા, " પગ નીચે રાખી બેસજે ..તારી આદત એટલી ખરાબ છેને ...!
રશ્મીને આ ટક - ટક કરતાં ઓફીસમાં ટાઈપરાઈટરના ટાઈપીંગની ટક-ટક આજ દિલ અને મગજને આરામ આપતી લાગી.
🙏જય શ્રીકૃષ્ણ 🙏