જિંદગી ની સફર માં
હા, એક સાથી ની કમી હંમેશા ખલશે
સાથ હતો તારો મારો બસ થોડા સમય નો
પણ હતો એ જાણે જન્મો જન્મ નો
ભલે સાથી ન થઇ શક્યા આપણે આખી જિંદગી ના
પણ યાદો માં તું રહીશ આજીવન સંગ મારા
યાદો આપણી મીઠી મજા ની પળે પળ મને સતાવતી
દેખાતા ફરી કોઈ આપણા સમા નામ તારું કૈક એમ જ સરી જતું
કહેવાનું મન બહુ થઇ આવતું તને, યાદ આવું છું તું એમ
પણ રોકી લેતી કૈક મર્યાદાઓ મને
હાથ માં હાથ રાખી સાથે ચાલવાનું સપનું આપણું
પરિસ્થિતિઓ ની માયા માં કૈક ચાલ્યું ગયું
શોધવા તને હું કઈ કેટલું ભટકી વળી
મળી તું ગયો મને આજે ખુદ માં
હા બસ એટલે જ તો ભલે શારીરિક રીતે ન હોય સાથ આપનો આ જન્મ માં
પણ છીએ હંમેશા આપણે એકબીજા માં ....
-પર્લ મહેતા