આ સ્મિત ની પાછળ આંસુ છુપાવ્યા છે,
હરેક દર્દને મેં આદરથી મારા બનાવ્યા છે.
તમે જે કહ્યું એ મંજુર રાખું છે સદા માટે,
ખુદની ઈચ્છા મારી સંબંધ મેં નિભાવ્યા છે.
ફૂલ સમી ખુશી વહેંચતો રહ્યો હું દુનિયામાં,
તેમના હરેક આંસુના બોજ મેં ઉઠાવ્યા છે.
કઈક અસ્તિત્વ જેવું હતું મારુ આ જગમાં,
પ્રેમની રાહમાં જીવનના શ્વાસ દફનાવ્યાં છે.
એમ જ અંગાર નથી બન્યા શબ્દો આ બધા,
દિલની તડપનમાં તમામ શબ્દ તપાવ્યા છે.
અંતિમ શેર છે ગઝલનો કહેવાય બધું ગયું,
સંબંધના તમામ ઝેર મનોજ સમાવ્યા છે.
મનોજ સંતોકી માનસ