🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
કાજળ ભીનું
નભ આખું છે વાદળ ભીનું.
વાદળ સઘળું કાજળ ભીનું.
નફા ખોટના ચોપડા વિના,
અંજવાળું છે ખળખળ ભીનું.
નદિયું દોડે સાગર ઘેલી,
હૈયું રેલ્યું પળપળ ભીનું.
રાત ઉજાગર કરતાં કરતાં,
ઘેન નયનનું છે જળ ભીનું.
નભ નીચોવી શાંત થઈને,
ખેતર આખું છે તળ ભીનું.
સૂરજ ધીમો ઊગવા મથે,
મનડું થૈ ગ્યું અટકળ ભીનું.
જળે ભરેલી લોટી લૈને,
પોત મજાનું સજ્જળ ભીનું.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀