🚩 જય અલખધણી
ભાલા વાળા મારી ભેળે રેજો
🚩🚩🚩🚩🚩🚩🚩
ભાલાવાળા મારી ભેળે રેજો
રામ રણુંજા વાળા રે
દેવ દુવાર્કા વાળા રે...
કળિયુગમા બીજુ કોણ ઉગારે
અદ્ભુત ખેલ અત્યારે રે ( 2 )
વિઘન સઘળા કોણ વાળે
નજર કરો ને નેજા વાળા રે...
દુખ તણો બાપા દરિયો રેલ્યો
મુળ ધરમ ઘણા ઍ મેલયૌ રે ( 2 )
કળજુગ આવ્યૌ આગે છેલો
નક્કિ આવૌ ને નેજા વાળા રે...
પ્રપંચ પાખંડ સૌ ને પીડે
વખત પ્રમાણે વેડે રે ( 2 )
કૌઇ ના આવૅ ધરમ ને કેડે
ઘોડે ચડૉ ને ઘોડા વાળા રે...
સુખરામ કહૅ મારી સનમુખ રહેજો
મજરો માની લેજો રે ( 2 )
અટક પડે ત્યારે ઉભા રેજો
સહાય કરો ને છોગાવાળા રે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻