ઘર, એવી જગ્યા જ્યાંનો ખૂણે ખૂણો આપણો જાણીતો હોય. આપણે જેટલું એને જાણીએ એટલું જ એ આપણને જાણતો હોય. જ્યાંનું અંધારું પણ આપણું ઓળખીતું હોય. ઘરમાં આપણે અંધારામાં પણ ક્યાંય અથડાયા વગર ફરી શકીએ.
ઘરને આંગણે રંગોળી, બારણે ઝુલતૂ તોરણ ઘરમાં મહેકતી અગરબત્તી અને બાળકનો કલરવ આ છે તારું અને મારું ઘર. હજુ સજાવીશું એને આપણાં પ્રેમથી, એક્બીજાની હૂંફ અને લાગણીઓથી. ખુશીઓથી ભરશુ આ આપણાં ઘરને.
#સુપ્રભાત