મળે સંગ તારો તો પૂર્ણ થઈ શકું
હવે કોઈ શાંતિદૂત પણ નથી કે હું મોકલી શકું
વિચારણા છે કે યુદ્ધની જાહેરાત કરી દવ
હું કુરુક્ષેત્રના મેદાનમાં ,અંગત પર કેમ વાર કરી શકું?
મળ્યા અર્જુનને કૃષ્ણ ગીતા કહી દીધી
મારા તો સાથી બધા શકુની, વિચારવિમર્શ કેમ કરી શકું?
કર્ણ સમાન યોદ્ધો હોત તો લડી લેત કદાચ
તું છો નિહથો અભિમન્યુ ,હું વાર ન કરી શકું
હવે ફરી મહાભારત રચાઈ છે
ફરી ભાઈ બાંધવ જ કપાઈ છે
કૃપા કરી હવે યુદ્ધ ટાળો
પોતાનામાં વિખવાદ ન પાડો
રાત દિવસ હવે એટલું વિચારો
આવે છે કપરો કાળ તમારો
દિવસે દિવસે હવે વધે બીમારી
એકતા નથી રહી હવે તમારી
ભૂલથી પણ નાં છૂટા પડજો
એકતા નો મંત્ર મનમાં ધરજો
કોઈ નહિ આવે રક્ષણ કરવા
અંગત માં વિખવાદ ન કરવા
અંદરો અંદર કપાઈ મરશો
તો વાર તમે કોના પર કરશો
દૂર કરો હવે બધા કલેશ.
કદી ન બનો તમે ક્યારેય લંકેશ
પરિસ્થિતિ હાલ આવી દેખાણી
બદનામ ની કલમ એટલે લખાણી