*શ્રી||*
સરળ હતી નો ની નું ના ની જિંદગી
શ્રી નું વળગણ વળગ્યું
સબન્ધ ગુંચવાયા
મીઠી હતી જીંદગી તું, તારી, મારી, માં
સ્વર બદલાયો હેત ન પરખાયું
શ્રી શ્રી જયકાર કેમ વખણાયો
પ્રથમ અક્ષર શ્રી સવા લખી
ટપકાવી આવન જાવન શ્રીની
સરવૈયું ન સરખાવ્યું
હિસાબ કિતાબના સરવૈયે
જાણ્યું પારખ્યું મળ્યું કારણ
થોડામાં ઝાઝુ હતું
છોડ્યું શ્રી સવા નું વળગણ
વિખુટા પડેલ નો ની નું ના વાળા
સાથી ફરી મળ્યા
યોગેશ વ્યાસ(વલસાડ)