સવારામ બાપુની વાણી
🎻🎻🎻🎻🎻🎻
ભટકેલા મનની બાવા ભૂલું સુધારો
સમજણને સોટે અમને દેજો સતગુરુજી શરણોમાં લેજો, શરણોમાં લેજો
કાયાનાં દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાયે દર્શન દેજો સતગુરૂજી શરણોમાં લેજો
આવન જાવનની બાવા ગલીયું છે વાંકી
સમરણની સુધદાતા દેજો
સતગુરુજી શરણોમાં લેજો
મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો
અવસર વેળાએ આડા રેજો
સતગુરૂજી શરણોમાં લેજો
કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે
બ્રદને સંભારી બેલે રેજો
સતગુરુજી શરણોમાં લેજો
છોડીને જાશો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો
સતગુરૂજી શરણોમાં લેજો
"સવો" કહે સ્વામી અમમાં સર્વે છે ખામી
અવગુણ નવ જોશો અંતરજામી
શરણોમાં લેજો, શરણોમાં લેજો
🍒☘🍒☘🍒☘
જય અલખધણી 🙏
🌿🌾🌿🌾🌿🌾
જય ગુરુ મહારાજ પ્રભુ 🙏🙏🧎🏻🧎🏻🙏🙏