આવી ગઈ અચાનક તારી યાદ
નથી રહી હવે કોઈ ફરિયાદ
તારો ચહેરો જાણે પૂનમનો ચાંદ
આપણો એ મીઠડો સંવાદ
રહેતા હર કદમ એક સાથ
તારો ચહેરો જાણે પૂનમનો ચાંદ
સપનાઓનો કર્યો હતો વરસાદ
સાગરની એ લહેરોનો સાથ
તારો ચહેરો જાણે પૂનમનો ચાંદ
પ્રેમનો એ અદભુત આસ્વાદ
જાણતા છતાં બનતા અજાણ
તારો ચહેરો જાણે પૂનમનો ચાંદ
અચાનક અશ્રુ બની આવી તારી યાદ
ના ભૂલી શકાય એવી અજવાળી રાત
તારો ચહેરો જાણે પૂનમનો ચાંદ.
- કેયુર શાહ
-Keyur Shah