રહી ગઈ યત્નમાં કાંઈ ખામી,
મળી મને નિષ્ફળતા.
કરી દિલોજાનથી મહેનત,
છતાં ના મળ્યું ધાર્યું પરિણામ.
હારી -થાકીને છોડ્યું લક્ષ્ય,
હિંમત ના કરી ફરી ઉભા થવાની.
સમજાવ્યું વારંવાર મનને,
છોડી લોકોના વિચાર, કર જાત પર વિશ્વાસ.
નિષ્ફળતા તો એક વરદાન છે,
મળે છે તેમાંથી અનુભવ, જ્ઞાન અને શિખ.
ચુકી ગયા જો આ પગથિયું તો,
ફક્ત ઉપર જ ચડી શકાય છે.
પહોંચવા શિખરના કપરા ચઢાણ પર,
મળે છે મજબૂતાઈ આ વરદાનથી જ