સંબંધોની પવિત્રતાને લાગી ગઈ નજર,
પોતાના જ સુખમાં સુખ શોધે નજર.
કોઈકે હાથ ઝાલ્યો, ઢળી ગઈ નજર,
કોઈકે હાથ માંગ્યો, ફરી ગઈ નજર.
વિકાસની કેડી પર હતી કઈ નજર,
પાછું વાળી કદી જોતી નથી નજર.
પોતા અને પારકાંમાં ભેદ કરે નજર,
કોક પારકાં ગણે તો રુએ નજર.
હક ફરિયાદમાં ન હોય પ્રેમની નજર,
સમર્પણમાં સુખ કાં ન શોધે નજર.
-Smita Trivedi