😷
સમય આ તારો કેવો ટાસ્ક છે?
કે હર ચહેરા પર જુઓ માસ્ક છે.
ફરજિયાત પહેરવા પડતું પણ
છોને ગૂંગળાઈ એમાં શ્વાસ છે.
પરસેવે રેલા ઉતરતા ગભરામણે
આ માસ્કનો ભાઈ ભારે ત્રાસ છે.
કોઈ જો દેખાય જાય માસ્ક વિનાનું
કોરોના થયો એવો ભય ભર્યો ભાસ છે.
છેટા થઈ ગયા જે એકશ્વાસ સંબંધો
કોરોનાએ મચાવ્યો ભારે કંકાસ છે.
પદ્માક્ષી(પ્રાંજલ)
-Padmaxi Patel