#રાષ્ટ્રીય એકતા દિવસ
રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણીથી
એકતા વધતી નથી!
અનેકતા માં એકતા તે સનાતન સત્ય પણ
એકતા વધતી નથી!
જ્ઞાતિ ને જાતિવાદ માંથી કયારે મોક્ષ મળશે
તમે કંઈ કહો ને,
સબકા સાથ સબકા વિકાસ ફક્ત કહેવાથી
સીટો વધતી નથી.
આરક્ષણ ની રાજનીતિ બહુ ચલાવી લીધી
બધા પક્ષો એ,
કયારે કોણ સરદાર આવીને સરેઆમ કહેશે
અનામત ખપતી નથી.
આમ આદમીની મનોદશા કેમ કોઈ સમજતું
નથી ભારત મહીં?
સરદાર પટેલ ના વિચારવાળી કોઈ વ્યક્તિ
રાજકારણમાં મળતી નથી.
અનિલ ભટ્ટ