Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સોહમ શબ્દ સકલ જગ વ્યાપક, ઠાલો મળે નહીં ઠામ, જ્યાં જ્યાં દ્રષ્ટિ પ્રસારીએ , ત્યાં ત્યાં પ્રગટ નામ અનામ.

પરમાત્માને ઈચ્છા થઈ કે હું એકમાંથી બહુરૂપે થાવ અને આ જગતની રચના થઈ. અને પરમાત્મા પોતે જ દરેક ઘાટે વિલસી રહ્યો છે, આ થઈ પરમાત્માની માયા...માયા અને પરમાત્મા ભિન્ન નથી , બધી માયા પરમાત્માની જ છે. પરંતુ પરમાત્માની લીલાના લીધે , સંસાર માયાના આધિન હોવાથી આપણને માયા જુદી દેખાય છે. જ્ઞાની પુરૂષો માયા અથવા પ્રકૃતિ ને આધિન નથી એટલે એ પુરૂષો જગતને (સંસાર) જગદીશ રૂપે જ જુએ છે...

એટલે સંતોએ કહ્યું છે કે ..

અખિલ બ્રહ્માંડમાં તું હરી , જુજવે રૂપે અનંત ભાસે,
દેહમાં દેવ તું,તત્વમાં તેજ તું.,શુનયમા શબ્દ થઈ વેદ વાસે.
પવન તું પાણી તું,ભૂમી તૂ ભુદરા,વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એજ આશે...

એટલે ટૂંકમાં સમજવાનું કે પરમાત્મા એ જેમ પોતાની સફૂરણા થી જગતની રચના કરી છે એમ જગતે પોતાના મનથી આ સંસાર ની ઉત્પતિ કરી છે તો મનથી જ સંસારને પરમાત્મામાં લીન કરવાનું સંતોએ કહ્યું છે.

જય ગુરૂ મહારાજ

Gujarati Religious by બાબા સત્સંગી : 111601514
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now