જીવવા તો દયો
મને મારી એકલતા ને ચહી ને જીવવા તો દયો.
વ્યથા મારી ભલે મુજ ને કહી ને જીવવા તો દયો.
બધા રંગો, બધી સોડમ, બધા શણગાર તો તારા,
મને ક્ષણ ભર સબડતું શબ બની ને જીવવા તો દયો.
તમે સાગર, તમે નદીઓ, તમે વરસાદ ની ધારા,
બની નાનું ઝરણ મુજ ને વહી ને જીવવા તો દયો.
તમે મર્યા પછી, મુર્તિ બની ચોગાન ની જીવો,
ક્ષણો દુખ દર્દ ની મુજે ને મરી ને જીવવા તો દયો.
પ્રો. વસીમ કુરેશી (2004-05)