શરદ પૂર્ણિમા... એક અદ્ભુત રાત્રિ
આસો સુદ પૂનમ ની સંધ્યા થી મધરાત્રી સુધી સોળે કળાએ સંપૂર્ણ ગોળ ખીલતો ચંદ્રમા નો અલૌકિક નઝરો એટલે શરદ પૂર્ણિમા
ચાંદી ની ચમક જેવા ચંદ્ર ના શ્વેત કિરણો પ્રકૃતિ ને રઢિયાળી બનાવે ને ચંદ્ર પૂર્ણ રીતે ખીલે ને દૈવિક રાત સર્જાય એટલે શરદ પૂર્ણિમા
ઝાકળ જેવી શીતળ ઠંડક આપી વ્યાધિ દૂર કરી આકાશ માંથી વરસતી અમૃત વર્ષા ની રાત્રિ એટલે શરદ પૂર્ણિમા
અત્ર તત્ર સર્વત્ર શ્વેત પ્રકાશ કુંજ અને પ્રભુ તણાં સ્પંદનો મા પ્રકૃતિને વહેવાની મોકળાશ એટલે શરદ પૂર્ણિમા
નિર્દોષ નિર્મળ વિશુદ્ધ પાવકપ્રેમ થી તરબતર થઈ ધરતી ના ઓવારણાં લેતો કૃષ્ણ સંગ ગોપીઓ નો અપ્રીતમ રાસોત્સવ ની રાત એટલે શરદ પૂર્ણિમા
અધોગતિ થી ઉદ્ભવૅગતિ તરફ લઈ જતી ચમત્કારિક અને આધ્યાત્મિકતા વાળી અદ્ભુતરાત્રિ એટલે શરદ પૂર્ણિમા
પ્રકૃતિ નું રઢિયાળુ અલૌકિક રજત પર્વ જેને જોવા સ્વર્ગ લોક માંથી ખુદ ઈંદ્ર દેવ ને પૃથ્વી લોક ઉપર આવવું પડે તે રઢિયાળી રાત્રિ એટલે શરદ પૂર્ણિમા
હિરેન વોરા
તા. 31/10/2020