શરદ પૂનમ
ચંન્દ્ર ખીલશે આજ રાત, તારાઓ સંગ આવશે એની બારાત
પણ મારો ચાંદ દેખાશે નહિ મને; એકલી રાહ નિહારિશ આખી રાત
ઓ ચાંદ, કહેજે મારા ચાંદને, એ દર્શન આપે મને, સોહામણી છે રાત
વાટકી ચાંદીની લઈ, દૂધ પૌંઆ સાથે રાહ નિહારિશ એની, આજ રાત.
આવશે જયારે એ, ફૂલોની વર્ષા કરીશ; મહેકશે આખો જમુના ઘાટ
નૈનો બંધ રાખી, પ્રીતમનું સ્વાગત કરીશ દિલથિ, પકડી એમનો હાથ
નૈનો બિછાવી રાહમાં પ્રીતમ, જોવું છું કાગ ડોળે હું તારી વાટ
દ્વારિકા નો નહિ,તું મારે માટે રહેશે મોહન, મારાં દિલનો સમ્રાટ
AF Dastur