Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફ્રાંસની વસ્તુઓને અત્યારે ઇસ્લામિક દેશો દ્વારા બાઇકોર્ટ કરવામાં આવે છે. તુર્કી દેશ ઇસ્લામિક દેશોનો ખલીફા બનવા જઈ રહ્યો છે. ફ્રાન્સમાં એક શિક્ષકની હત્યા પછી એમની સરકારે જે રીતે મસ્જિદ બંધ કરવાનું અભિયાન હાથ ધર્યું એના વિરોધમાં મુસ્લિમ સમુદાય અનેક વિરોધ ફ્રાંસ સામે કરી રહ્યા છે.

જ્યારે એક શિક્ષકની હત્યા કરવામાં આવી ત્યારે જે દેશ ફ્રાંસનો વિરોધ કરી રહ્યા છે એ તમામ મૌન ધારણ કરી ને બેઠા હતા. છેલ્લા 10 વર્ષમાં લગભગ 50 ઉપર હુમલા ફ્રાંસ પર ઇસ્લામના નામ પર કરવામાં આવ્યા. આ એ જ ફ્રાંસ છે જેમને મુસ્લિમને પોતાના દેશમાં શરણ આવ્યું. એમને તમામ સુવિધા આપી. એમને અપનાવ્યા છતાં પણ કટ્ટરપંથી લોકોએ ફ્રાંસમાં અનેક ઘટનાને અંજામ આપ્યો છે.

ફ્રાંસની સ્કૂલમાં જે શિક્ષક ભણાવવા માટે જાય છે એ શિક્ષક પોતાના ધર્મને ઘરે મૂકી ને ભણાવે છે. એ એકપણ પ્રકારનું ધાર્મિક ચિહ્નન નથી પહેરતો કે નથી કટ્ટર ધર્મનું ચયન કરતો. પયગંબર સાહેબના કાર્ટૂન મામલે ફ્રાંસનું ન્યુઝ પેપર સમાચારમાં રહ્યું હતું. કાર્ટૂનને મુદ્દો બનાવીને એ ન્યુઝ પેપરની હેડઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો.

હમણાં જ ચીનમાં અનેક મસ્જિદ તોડી નાખી, મુસ્લિમ સમાજને ચીની સભ્યતા નીચે કૂચડી નાખવામાં આવે છે ત્યારે ઇસ્લામ ધર્મ ની આગેવાની કરતા તમામ દેશો કેમ મોઢામાં જીભ નાખી બેસી જાય છે? કારણ કે ચીન સાથે ધંધાકીય સંબંધ છે. ત્યાં ધર્મ અને કટ્ટરની પીપુડી વાગતી નથી. અને જો જરાક ત્યાં કટ્ટરવાદની ફેણ ઉપર કરો તો ડ્રેગન પુરેપુરા સાપને હજમ કરી જાય છે.

તમામ મુસ્લિમ બિરાદરો ને હું બદનામ નથી કરતો. જે લોકો કટ્ટરતાના રસ્તા પર ચાલે છે અને રોજ નિર્દોષના રક્તથી ધરતીને લાલ કરી તેનો ઉત્સવ મનાવી રહ્યા છે એ તમામ ચરમપંથીનો વિરોધી છું. અને એક શિકાયત એ લોકો માટે પણ રહી છે. જે મુસ્લિમ ભાઈ કે બહેન આ ભયાવહ રક્તપાત જોઈને મૌન રહે છે. પોતાના ધર્મના કટ્ટરપંથી સામે કશું બોલી પણ નથી શકતા.

યાદ રાખજો કટ્ટરવાદી આસ્તિનનો સાપ હવે વિરાટ અજગર બની ચુક્યો છે. જે આરબના ખાડી દેશો ની સાથે સાથે પાકિસ્તાનને પણ ખાઈ રહ્યો છે. બીજાના ઘરમાં આગ લગાવવાના મનસૂબા પોતાના ઘરમાં જ કાર્યરત થયા છે. કટ્ટરતા માત્રને માત્ર આંસુ અને દર્દ જ આપે છે. બસ એટલું સમજવું જોઈએ...

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111600701
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now