મોતી પાકે મન પછી ,ચમકીલા લાગે છે,
સ્વાતિ બૂંદો આંખે જો રંગીલા લાગે છે;
હક તો રૂસવાઈનો દિલ હોવો જરૂરી ત્યાં,
મોઢું જુઓ તો એ કેવાં, વીલા લાગે છે;
દસ્તક દઈ ઉર્મિ હુંફાળા હ્દય માં કેમ?
તેઓ અક્કડ થઈ પથ્થર શીલા લાગે છે;
આપ્યુ જૂઓ દર્દ ખૂજલી, સ્મૃતિ માંહી જો
વિરહી પળમાં કેવાં દિલથી હઠીલાં લાગે છે
આંસુ ઝાકળ જેવા ચકમક ચમકી ઉઠે જ્યાં
પ્રેમની પળ એવા દુઃખના, કિલ્લા લાગે છે
-મોહનભાઈ આનંદ