Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેય અતિશય લાગણી રાખવી નહિ.
લઈને માપપટ્ટી ક્યારેય એને માપવી નહિ.

બધા કૈં મનથકી સમૃદ્ધ નથી હોતા કદી,
પાત્રતા વિના એ લાગણીને ઠાલવવી નહિ.

લાગણીશીલ સ્વભાવ એ દુઃખનું મૂળ છે,
કીમત એની સંસારી માપે મૂલવવી નહિ.

છે આ જગત ગણતરીને સ્વાર્થનો મેળો,
દુન્વયી તાપ આપી એને કદી તાપવી નહિ.

નથી હોતા બધા કાબેલ એને સમજવામાં,
ભૂલેચૂકે પણ ઠોકર મારીને સંતાપવી નહિ.

છે એ તો હૃદય સાથે જોડાયેલી બાબતને,
ઈશ્વર સિવાય કોઈની સન્મુખ ધરવી નહિ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111599805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now