સૂર્યોદય અને સૂર્યાસ્ત ,
સૂર્ય ના બે અલગરૂપ !
સૂર્યોદય જોશ થી ભરેલો
સૂર્યાસ્ત ઠેરાવ થી !
બંને ના અલગ સ્વરૂપ .
બંનેના ચાહવા વાળા પણ અલગ !
સૂર્યોદય કંઈક કરી બતાવ નું જોમ આપે ,
આશા નું નવું કિરણ જગાડે !
સૂર્યાસ્ત બે પળ માણવા માટે રોકાવા નું કહે !
ફરી એક વાર પ્રિયજન નો હાથ પકડીને ,
એ ક્ષણ માણવાનું નિમંત્રણ આપે ,
જે જિંદગી ની દોડ ઘામ માં જે વીતી ગઈ છે !
- Aanal Goswami Varma