કોણ છું હું...!!
તું માને છે એ જ વ્યક્તિત્વ છું હું...
શાંત વહેતી નદી છું હું...
તારા અસ્તિત્વને પવિત્ર કરતું પાણી છું હું...
દરિયામાં સમાઈ જવા મથું છું હું...
તારી આંખના અશ્રુ છું હું...
તારું જ પ્રતિબિંબ છું હું....
તને અરીસામાં દેખાતી વ્યક્તિ છું હું.....
ના પૂછ મને કે કોણ છું હું ...!!
તારી નસમાં વહેતા લોહી સમાન છું હું...
કોણ છું હું...!!
અરે દોસ્ત,,"તું" જ છું હું...
FROM
SHILU PARMAR