મારી જીવંત માં
.
.
.
માં બંધન થી પર છે, માં અસિમ છે. માં અંત નહીં, અનંત છે. માં ઘટના નથી, પ્રક્રિયા છે. બાળકના પ્રથમ ધબકાર થી અંતિમ ધબકાર સુધી માં એવી રીતે વણાયેલી છે જેવી રીતે પાણી માં રહેલા હાઈડ્રોજન અને ઓક્સીજન. ભેગા થયેલા ભાઈ-બહેનો ની વાતો માં પણ માં તો પ્રતીત થાય છે. મારા બાળકો ના હાસ્ય માં પણ માં ની હસ્તી દેખાય છે. મારા કુટુંબ ના ગાન માં પણ માંનું જ ગીત ગુંજાય છે.
માં કદી મરતી નથી. માં એક એહસાસ છે, અનુભૂતિ છે. મારી માં મારા રોમ રોમ માં, મારી હર ક્ષણ માં, જીવંત છે. હું એક સદાકાળ જીવંત માં નું સંતાન છુ.
-પ્રો. વસીમ કુરેશી
(2011, 2020)
29મી તારીખે મારી સ્ટોરી "મારી જીવંત માં" અહીં, માતૃભારતી પર પ્રકાશિત થશે.