મયકશી મારી નજરમાં, છે પળે પળ ની,
ભર્યો જામ સુરાહી ખબર પળે પળ ની.
મળે યારાના અંજામ ખૂબસૂરતી તણોય,
વાતશભીતરી રાહી મનની, પળે પળ ની.
રોશન તારાં થકી છે,ચાંદ સિતારા હરદમ,
નૂરાની નિગાહ બસ, હોય છે પળે પળ ની.
દર્દ ઝખમ બધાથી , છૂટકારો થયો ત્યાં જ,
મરહમી તસલ્લી , મળી ગઈ પળે પળ ની.
ખુશમિજાજ જીંદગી છે ખબર અમલ માં,
હકીકતમાં આનંદ અનુભૂતિ છે પળે પળ ની.
-મોહનભાઈ આનંદ