👣શસ્ત્ર પૂજનની સૌને શુભકામના👣
શસ્ત્ર પૂજન કીધું એટલે શું વિચારો છો? તલવાર, ભાલાઓ, બંદુક, બરછી, છરીઓ આ બધાની પુજા કરવી એવુ જ ને! ના ના ના ના જરા પણ નહીં, ખરેખર તો તમે સાચુ શસ્ત્ર ક્યુ છે એ હજી સમજ્યા જ નથી, હું તો જીભની પૂજા કરવાનુ કહુ છું, એજ તો છે સાચુ શસ્ત્ર, જેમાંથી નીકળેલા સારા શબ્દો બે હાથ મિલાવીને સંબંધ બનાવે છે અને ખરાબ શબ્દો તમારા વર્ષો પુરાણા સંબંધે બંધાયેલા હાથને નોખા કરે છે, એક બીજા પ્રત્યે કાળી લાગણીઓને વહેતી કરે છે, ખરેખર આ સમયમાં એની પૂજા કરવી વધારે જરૂરી છે, હા... શસ્ત્ર પૂજન કરવું જોઈએ એમા ના નથી, એ આપણી સંસ્કૃતિ છે અને એને આપણે આચરીને ચાલ્યા આવીએ છીએ આદિકાળથી
તો એ પણ આપણે જાળવી રાખવુ જોઈએ, પણ, સાથે સાથે ખરેખર હરેક ક્ષણે આપણી સાથે જે શસ્ત્ર રહે છે એ શસ્ત્ર પૂજન આપણે પહેલા કરવુ જોઇએ જેથી આખા વર્ષ દરમ્યાન સારા શબ્દોની ગંગા આપણા મુખેથી વહે, અને કાળી લાગણીઓ પ્રગટવાને બદલે સારી લાગણીઓના નીર વહે. તો આ વખતનુ શસ્ત્ર પૂજન એક અલગ રીતે કરીએ અને આખા વર્ષ દરમ્યાન સારા સંબંધોથી બંધાયેલ રહીએ.
🙏જય માતાજી🙏
-યશpalsinh "મસ્તાન"
જામનગર.
-Yashpalsinh D jadeja