જેને માન્યા હતા મારા એ પારકા થઈ ઊભા.
જેને માન્યા હતા સારા એ પારકા થઈ ઊભા.
સ્વજન ગણીને જેની આગળ હૈયું ખોલ્યું 'તું,
એણે દીધા શત્રુના નારા એ પારકા થઈ ઊભા.
સાથે બેસીને જ્યાં સુખદુઃખની વાતો કરનારા,
ને લાગ્યા સૌથી અકારા એ પારકા થઈ ઊભા.
દગો કહો કે વિશ્વાસઘાત એ એમની હતી રીત,
ધોળે દિ' એ દીઠા' તા તારા એ પારકા થઈ ઊભા.
જે થાળીમાં જમ્યા એમાં જ કીધો એણે છેદ,
ન જોયા મેં આવા નઠારા એ પારકા થઈ ઊભા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.