તનડું નાચે મનડું નાચે , નાચે રાધાશ્યામ ...
મીઠી મધુરી મોરલી ની ધૂન પર નાચે ગોકુળિયુંધામ ...

શરદ પૂનમ ની રાતલડી ને ગરબે ઘૂમે ગોપીઓ...
વેલા રે આવજો રાસ રમવાને , સઘડાં પતાવી કામ...
તનડું નાચે મનડું નાચે , નાચે રાધાશ્યામ ...
પ્રેમી પંખીડા ઓની નવલી નવરાત આ ...
ચિતડું ચોરી ને મારૂં મન મૂકી ને નાચે રે વાલમ...
તનડું નાચે મનડું નાચે , નાચે રાધાશ્યામ ...
વાયરા વાયા ને વાદળ વરસ્યા ...
ભીંજાયા હ્રદયાં ને છલકાયા જામ...
તનડું નાચે મનડું નાચે , નાચે રાધાશ્યામ ...
ચાંદની રાત માં તારલા ની ચાદર હેઠે ...
નજરું થી નજરું મળી કરે વાત આમ...
તનડું નાચે મનડું નાચે , નાચે રાધાશ્યામ ...
મીઠી મધુરી મોરલી ની ધૂન પર નાચે ગોકુળિયુંધામ ...
#નવરાત્રી
#Navratri
#કાવ્યોત્સવ
# હેત