🙏જય શ્રી કૃષ્ણ🙏
શ્રી કૃષ્ણ શરણમ મમ
દયા રાખી વરસવું પણ જરૂરી છે.
કળા શીખી અટકવું પણ જરૂરી છે.
સમજ હોવી અલગ વાત છે પણ સાથે,
વખત આવ્યે સમજવું પણ જરૂરી છે.
નથી પડતી સમજ સંતો કહે શાથી!
બદન ઉપર ખરજવું પણ જરૂરી છે.
નવો રસ્તો મળી આવે વધુ સારો,
વટેમાર્ગુ ભટકવું પણ જરૂરી છે.
મળે જો તક તરત ઝડપીને પિંજરથી,
સમયસરનું છટકવું પણ જરૂરી છે.
🙏🏻જય રાધા માધવ🙏
🙏જય શ્રી કૃષ્ણ🙏