Gujarati Quote in Good Evening by Bhumika Vyas

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સુંદર લખાણ..*


હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઊંચું છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે......
પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે !!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે.... અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે.
તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા
એ નક્કી આપણે કરવાનું !
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

કેમ કરીને રહી શકાય ફુટપટીમાં? ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !!!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે,પછી તે સારો હોય કે ખરાબ !!!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

'ખોવાઈ' ગયેલી વ્યકિત મળી શકે, પણ
'બદલાઈ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે
ત્યારે 'વ્યકિત'ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો !!!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે..
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે..!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Gujarati Good Evening by Bhumika Vyas : 111594814
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now