સહજ છે મ્હારુ, સહજ છે તારું સ્વરૂપ,
પ્રેમ એ દ્વેત માં અભિવ્યકત મારું સ્વરૂપ;
ના રંગ છે અનંગ નો, છતાં કામનું સ્વરૂપ;
વિંધાયો શિવ નેત્રોથી. , થયો અદ્રશ્ય રૂપ;
વિરાટ બન્યો વામન , ભિક્ષુક બનીને દ્વારે,
દાતા દુનિયાદારી નો, યાચક દ્રશ્ય સ્વરૂપ;
સ્વયં સમાહિત છે અર્ધનારીશ્વર નું સ્વરૂપ;
રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપે, પ્રગટ માયિક રુપ;
ચાહત છે રાહત જીવની ,ઋણ ફેડવા તણી,
આનંદ અમૃતમય દેહમાં છે , ચૈતન્ય સ્વરૂપ;
-મોહનભાઈ આનંદ