Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા ચંદ્રઘંટા પધારો મારે આંગણિયે.
વિનંતી મા સ્વીકારો મારે આંગણિયે.

મેં તો રંગબેરંગી સાથિયા પૂર્યા માડી,
આપો રંકને સથવારો મારે આંગણિયે.

મેં તો અગરચંદનના ધૂપ રે કર્યા મૈયાં,
આપું દિલથી આવકારો મારે આંગણિયે.

આસન બિછાવ્યાં પુષ્પો સુગંધિતનાં,
મારી ભૂલ ના ગણકારો મારે આંગણિયે.

રાહ જોઈને થાકી હું એકલીને અટૂલી,
સાદ સાભળજોને મારો મારે આંગણિયે.

નયન વરસે હૈયું તરસે દર્શન કાજે મા,
ઉરઅગન માવડી ઠારો મારે આંગણિયે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર

Gujarati Religious by Chaitanya Joshi : 111594574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now