#મને_નથી_મળતા
શું લખું તારી યાદ માં? કે શબ્દો મને નથી મળતા,
તારી યાદ તો ઘણી આવે છે પણ તમે મને નથી મળતા.
હૈયા ના દરેક ખૂણે કોતરેલી છે કવિતા તારી,
કંઈ કવિતા સંભળાવું? એ ખૂણા મને નથી મળતા.
કેવી રીતે ભૂલી શકું આપણે વિતાવેલી ખુશી ની એ પળો,
હવે તો એ સુખદ પળો માં પણ તમે મને નથી મળતા.
જે હૈયા માં આવતું એ કહી દેતા એકબીજાને વગર વિચારે,
હૈયું ખોલીને કહી શકું બધું હવે એવા લોકો મને નથી મળતા.
જ્યારે હેડકી આવે ત્યારે હંમેશ લાગે તું સાંભરતી હશે મને,
લોકો સામે હેડકી સંતાડી શકું એવા કારણો મને નથી મળતા.
✍️ અનિલ પટેલ (બની)