#પ્રેમ_નો_રંગ
રંગ બદલતી આ દુનિયા માં પ્રેમ નો રંગ ખાસ છે,
ઘણા લોકો મળ્યા મને, પણ તારો સંગ ખાસ છે.
ધરતી થી લઈને આકાશ સુધી તારી 'ફોરમ' છે પ્રસરેલી,
અગણિત છે કવિતાઓ મારી, તારી યાદ માં જે લખેલી.
રંગો ના તહેવાર ધુળેટી માં, ગુલાલ નો મહત્વ અનેરો છે,
બીજા બધા રંગ ફિક્કા પડે, 'શ્યામ' રંગ સૌથી ઘેરો છે.
તુજ વિના રમું કોને સંગ આ રંગો થી, તારા મુખ સિવાય ના મને વર્ણ ગમતાં નથી,
તારી હાજરી માં જે શરમ માં નમી જતા એ તારી ગેરહાજરી માં 'પર્ણ' નમતા નથી.
બસ આ જ આશા સાથે મારી આ કવિતા સમાપ્ત કરું છું,
મરતી હશે તું પણ મારા વિરહ માં, જેમ હું રોજેરોજ મરું છું.
✍️ અનિલ પટેલ (બની)