રંગ તાળી નહીં દે તાળી એમ તને કહું છું.
સેનેટાયઝર લગાવજે હો એમ તને કહું છું.
માસ્ક પહેરીને નવરાત્રી કેવી લાગેશે જોજે,
કોરોનાથી સાવચેતી રાખ એમ તને કહું છું.
પછેડી જેટલી જ સોડ કોણ તાણે છે અહીં,
તું દેખાદેખી કદી ના કરતી એમ તને કહું છું.
તહેવારો ફરી માણવા મળશે જો જીવીશું
ઘેટાંના ટોળા મહીં તું ના ભળતી તને કહું છું.
#નવરાત્રી