આજ નવરાત્રીનો પહેલો દિવસ હતો. ઘરમાં માઁઅંબાનો ગરબો પધરાવ્યા સારું ચોઘડિયું જોઇને, આરતી કરી, પુજા કરી,પ્રસાદ વહેચયો. બધી જ ક્રિયામાં ખૂશી એ ઉત્સાહથી ભાગ લીધો. પરંતુ એનો ઉત્સાહ માઁના નોરતા કરતાં પોતાને ગરબા રમવા જવાં મળશે એ માટે હતો.
ખૂશીએ ધીરે ધીરે મમ્મીને મનાવવાનું ચાલું કરી દીધું હતુ,એને ખબર હતી મમ્મીને મનાવવી મુશ્કીલ નથી, થોડું મમ્મીને ગમતું કરો એટલે મમ્મી પીગળી જાય.
:-"મમ્મી..!આજ બધી ફ્રેન્ડસ ગરબા રમવા જશે રાત્રે....
હું જાવ બધા સાથે ...?"
:-" બેટા ! નવરાત્રી માઁની આરાધના માટે છે, એ બધું તો બેશરમી ભરી ઉછલ કુદ છે ગરબાના નામે..."
:-" પ....ણ...મમ્મી ....! બધા જાય છે, જવાદેને મને...!"
ખુશી થોડી ઉદાસ અવાજે મમ્મીને મનાવવાની કોશિશ કરતી રહી.
પરતું મમ્મી એકની બે ન થઈ,એની ના એટલે ના પછી હા ન થાય.
ખુશી પણ હવે મોટી થઈ ગઈ હતી. એ પોતે એવું માનતી હતી,એને મમ્મીની રોક-ટોક પસંદ નહતી પરતું મમ્મીનું માન પણ રાખતી મને-કમને,અને બધી ફ્રેન્ડસ મોબાઈલના વોટ્સપ ગ્રુપમાં મેસેજ પણ ચાલું થઈ ગયાં.
"મોના, તું શું પહેરીશ આજ...?"
"હું તો આજે પહેલો દિવસ છે એટલે થોડાં ઓછા વર્ક વાળા ચણિયાચોળી પહેરીશ."
"સીમા, તું બ્યુટી પાર્લરમાં જવાની..?"
" હા ,યાર મનેતો જાતે તૈયાર થતાં નહીં ફાવે..."
" મોના, રાજલ અને એનો બોય ફ્રેન્ડ આવવાનાં હશેને.!"
"હા ,એટલે જ આપણાં પેરેન્ટ્સ પણ આપણે શકની નજરથી જોવે....!"
"હા , જોને આપણે કઈ ન કરીયે તોપણ ડરવાનું અને એ મેડમ ખૂલ્લેઆમ ફરે..!"
"અરેરે ખૂશી ! તું કેમ કહી બોલતી નથી ? આવવાની તો છોને તું....?"
"ના યાર, મમ્મી નહીં હા કહે..મારું તો બહું મન છે."
"યારરર !, મનાવને તારી મમ્મીને બહું મજા આવશે...!"
" એ નહીં માને...!એને નથી ગમતું આવું. "
ખૂશીને બધાં મજા કરશે અને પોતાને મમ્મી નહીં જવા દે એ
બહું દુખ લાગ્યું.મમ્મી માટે મનમાં ગુસ્સો આવ્યો. અને રડતી રડતી સૂઈ ગઈ.
સવાર થઈ. મમ્મીની માતાજીની આરતી સંભળાણી એટલે ખૂશી ઊઠી. ફટાફટ ફ્રેશ થઈ આરતિ કરવાં ગઈ. આવીને
મોબાઈલ લીધો.જોયું તો 200મેસેજ ગ્રુપમાં. વાંચતા ખબર પડી-કે એ લોકો જયાં ગરબા રમવા જવાનાં હતાં ત્યા આવારા તત્વો બહું ઘમાલો મચાવી અને પોલીસ બોલાવવી પડી. એ આવારા તત્વોમાં એક રાજલનો બોય ફ્રેન્ડ અને એના બીજા ફ્રેન્ડસ હતાં. ખૂશીની આંખો ફાટી રહી ગઈ.
સારું થયું હું નહીં ગઈ.
ખૂશી દોડતી આવીને મમ્મીને ગળેવળગી રડવાં લાગી. અને મમ્મી માટે કરલા ગુસ્સા માટે માફી માંગી.
-:" સો...રી..મમ્મી.. તારા ના કેહવાથી મને બહું ગુસ્સો આવ્યો હતો. પણ સારું થયું તે ના કહી જવાની....!"
-:" બેટા, મારા ના કેહવાથી તને ગુસ્સો આવ્યો ,હું સમજું છું. તારા માટે બહાર ગરબે રમવા જવાં માટે આ પહેલી નવરાત્રિનો પહેલો દિવસ હતો અટલે મારી ના થી તને દુખ થયું. પરંતુ તને દુખી કરવાંનો મારો ઈરાદો ન હતો.
તું ભલે મોટી થઈ ગઈ છે, પરંતુ દુનિયા માટે ,અને તું બહું
ભોળી છે. અમારે તને દુનિયા ની ખરાબ નિયતથી બચાવવાની છે. નવરાત્રિનો પહેલો દિવસ હજું ગયો છે.
હજું આઠ દિવસ બાકી છે. અમે તને લઈ જશું ગરબા રમવાં,
આજે તારા પપ્પાને કહયું છે આપણાં ત્રણેયના ગરબાના પાસ લાતા આવશે.
ખૂશી એ સાંભળી ખૂશ ખૂશ થઈ ગઈ. અને રાત્રે ગરબા રમવાં જવાની તૈયારી કરવા લાગી.
🙏જય શ્રીકૃષ્ણ 🙏