નવરાત્રિ
નવરાત્રી એટલે નારીની શક્તિ સ્વરૂપના ગુણગાન. જગતને રાક્ષસોના વિનાશથી બચાવવા માં દુર્ગા, માં કાલિકા, માં માતંગી જેવા કેટલાય સ્વરૂપ ધારણ કરી રણચંડી બનીને અનેક રાક્ષસોનો સંહાર કર્યો છે. પણ સમાજમાં હજુ રાક્ષસો જીવે છે જે નારીનું માન-સન્માન, ચારિત્ર્ય, સુખ-શાંતિનું હરણ કરતો જ રહે છે.
લંકાપતિ રાવણે સીતાનું હરણ કર્યું હતું ત્યારે પોતાના કાળને સ્વયંમ આમંત્રણ આપ્યું હતું. સીતાપતિ અયોધ્યા નરેશ રાજા રામ દ્વારા તે મૃત્યુ પામ્યો હતો. પણ યાદ રાખજો અત્યારની દરેક સીતા રામની પ્રતીક્ષા નહીં કરે, તે સ્વયંમ પોતાના ચારિત્ર્યની રક્ષા કરવા રાવણનો સંહાર કરશે. એક નારી જગતને રાક્ષસોનો વિનાશ થી બચાવવા રણચંડી બની શકે છે તો યાદ રાખો એ સ્વયંની રક્ષા પણ કરી શકે છે.
"નારી મા બની વહાલ કરી શકે છે તો યાદ રાખો
એ રણચંડી બની વિનાશ પણ કરી શકે છે."
આ નવરાત્રિ નવ દિવસ નારી શક્તિ ના ગુણગાન પુરતી સ્મીત ના બનાવતા. હંમેશા નારીનું માન-સન્માન જાડવી માં આદ્યશક્તિની સાચી આરાધના કરીએ. 'નવરાત્રી ની શુભેચ્છા' માં આદ્યશક્તિની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે એવી મારી પ્રાર્થના.
|| યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ||
- સોનલ પટેલ