"નારી...તું નવદુર્ગા..."
સરળ જાણે નદીના વહેતા...નીર...સમી...
પણ તું યાદ રાખ!!
જો ગુસ્સો આવે તો તારો કાળ પણ!!!
શાંત જાણે છું સમુદ્ર સમી....
પણ તું યાદ રાખ!!!
લહેર ઉઠે તો તોફાન પણ!!
શીતળ જાણે માં સતી પાર્વતી....
પણ તું યાદ રાખ!!!
મહાદેવનું ત્રીજું નેત્ર પણ!!!
થોડી છું લાચાર...આ સમાજ સામે...
પણ તું યાદ રાખ!!
હું રૂપ કાળકાનું અસુર સંહારી....
-ભૂમિ ગોહિલ☕