લોકો મને કહે છે કે હું ગાંડી થઈ ગઈ છું, કદાચ તારા પ્રેમ ની જ આ અસર છે કે હું શાયર થઈ ગઈ છું..
આ શરમાળ છોકરી ચહેરો ઊંચો કરીને કોઈની સામે પણ નહતી જોતી, પણ તારી એક જ નજર થી ઘાયલ થઈ ગઈ છું..
આ વાતોડી છોકરી જે બકબક કર્યા જ કરતી, એ પોતાના મિત્રો ને "કહેવા માટે કઈ નથી" કહીને તારા વિચારો માં મગ્ન થઈ રહી છું..
હવે મારા આ પ્રેમ નો શુ અંત આવશે એ તો રામ જાણે, હાલ તો આ એક તરફી પ્રેમ ની હું મજા લઈ રહી છું...
~ રુચિતા ગાબાણી