મને યાદ છે તારું એ મારી સાથે હસવું,
       મને યાદ છે તારું એ મારા માટે રડવું,
       કહેવું હતું તને, પણ શબ્દએ સાથ ના આપ્યો,
       રહેવું હતું સાથે, પણ શ્વાસોએ સાથ ના આપ્યો
      
       મને યાદ છે તારું એ મારા પર મરવું,
       તને યાદ છે મારું તારી સાથે જીવવું?
       તું મળીશ, તને પામીશ એવી જીદ હતી મારી
       તું ના મળી, ખોટી એ ઉમ્મીદ ઠરી મારી
       મને યાદ છે તારું એ મારામાં ખોવાઈ જવું,
       મને યાદ છે તારું એ મારામાં ભુલાઈ જવું
       શુ ખબર? કોને ખબર? આપણાં નસીબમાં લખ્યું હશે શું?
       હું તો જાણું, તું મળે તો જિંદગી માં બીજું જોઈએ શું?
-Paresh Makwana