*શા માટે . . . ?_*
*કાચું-પાકું, અડધું-પડધું , , ,*
*જીવન જીવવું શા માટે . . .?*
*તૂટલાં-ફૂટલાં સપના* *જોઈને , , ,રડવું-બબડવું શા* *માટે . . .?*
*રમતાં રમતાં વાગી ઠોકર , , ,*
*પડી ગયા, લો ઊભા થયા . .*
*ધૂળ ખંખેરી આગળ વધીએ , , ,પાટા-પીંડી શા માટે . . .?*
*સુખ કે દુઃખ જે હાથે લાગે , , ,*
*હસતા મોઢે પહેરી લઈએ . . .*
*લાગણીઓના કબાટમાં ખોટી , , ,*ફેંદા-ફેંદી શા માટે . . .?*
*આંખ મીંચીને પોકારું તો , , ,*
*એ સ્વયં મને દર્શન આપે . . .*
*રોજ સવારે મંગળામાં* *ઘૂસીને , , ,ધક્કા-મૂક્કી શા માટે . . .?*
*સમય થશે કે આવશે લેવા , , ,*
*બીસ્ત્રો બાંધીને બેઠાં છીએ . . .*
*એ બેલ મારે ને ચાલતાં થઈએ . . ._*
*ડરવું-બરવું શા માટે . . .?*
*અજ્ઞાત*