એક વિધુરની વ્યથા.
અરે ઑ શૂન્યના સર્જક,
શાને મને સરજી
અવની ભારે કીધી ?
અર્પી દેહ મનુષ્યનો,
નવાઈ કાંઇ ન કીધી. !
ન સત્કર્મ કોઈ કીધાં,
ધરી દેહ માનવનો,
નવાઈ કાંઇ ન કીધી !
મધ દરિયે નૌકા ડુબી,
કરી મરણતોલ ઘા એવો
જીવન મુશ્કીલ કરતો ગયો.
નવાઈ કાંઇ ન કીધી. !
લોક કહે છે, જીવો છો શું કામ ?
સગા કહે છે, મરતા કેમ નથી?
જીવવાની નથી કોઈ મરજી,
મરવાને નથી કોઈ જલદી
નવાઈ કાંઇ ન કીધી. !
સારૂં જીવન રહ્યો રડતો
લાધી ન દવા તેની કોઈ
પીને પ્યારના પ્યાલા ભુલાવ્યો
મેં જીંદગીનો ગમ (શોક)
નવાઈ કાંઇ ન કીધી. !
મેં તો મંઝીલ શોધી 'તી
પણ કિસ્મત મારી રૂઠી થી
રાહ સદાનો ચુકી ગયો, ઉફ
ઠેસ વાગી દિલ તૂટી ગયું !
નવાઈ કાંઇ ન કીધી. !
હવે તો તારા દુઃખે ભર્યું છે દિલ
તેનાથી જીવતાં શીખી લીધું
નવાઈ કાંઇ ન કીધી. !
ઉમાકાન્ત વિ. મહેતા.
(૨૫ નવેમ્બર ૨૦૧૯)
>mehtaumakant@yahoo.com