ક્યાંક તું અને હું મળીશ
તે રસ્તાની તલાશ આજે પણ છે
ખોવાઈ ગયેલી મારી દુનિયામાં
તને શોધવાનો વિચાર આજે પણ છે
દુભાયેલ મનના પટમાં
અંકાયેલુ તારું ચિત્ર આજે પણ છે
ઘણું કહેવું હતું પણ રહી ગયું
તેનો અફસોસ આજે પણ છે
જાગીને થાય છે રાત્રિઓ પસાર
તને મળવાનું મન આજે પણ છે
હું ઘાયલ પણ નથી અને ગાલીબ પણ નથી
છતાં તારા માટે લખવાનો શોખ આજે પણ છે
Source: WhatsApp