💞
ઘણું યે એકબીજાને ખમ્યા'તા , નહીં!
પછીથી એકબીજામાં શમ્યા'તા, નહીં!
પ્રથમ કિટ્ટા, પછી બુચ્ચા કર્યા 'તા, ને
પછી તો આપણે સાથે રમ્યા'તા, નહીં!
અમારી સ્વપ્નશીલ આંખોની ગલીઓમાં
તમોને આંટાફેરા બહુ ગમ્યા'તા, નહીં!
ખરે મધ્યાહ્ને, રખડ્યા સાવ બેપરવા
ધીમે રહી એ દિવસ પણ આથમ્યા'તા, નહીં!
અટારીઓ હતી નોખી, એ અરસામાં
સખા, મજિયારા તારા ટમટમ્યા'તા, નહીં!
અતુલ. પટેલ